|
આ
સંસ્થાની સ્થાપના મૂળ ‘અખિલ કડવા પાટીદાર પ્રગતિ
મંડળ’ના નામે
ઇ.સ. 1944માં અમદાવાદમાં થઈ હતી. ગુજરાતના એ સમયના અત્યંત વિખ્યાત અને
સેવાભાવી આંખના સર્જન ડો. ગણપતરામ પટેલના પ્રમુખપદે સ્થપાયેલ આ સંસથાને
જાણીતા ઉદ્યોગપતિ અને લોકસેવક ચન્દ્રવદન દુર્ગાપ્રસાદ લશ્કરીનો સક્રિય
સહયોગ મળતાં સંસ્થાને અસધારણ બળ મળ્યું. અને સંસ્થાએ સમાજસુધારાની
ઝુંબેશનો અને પ્રવૃત્તિઓનો વ્યાપ વધાર્યો. સમાજ સુધારના પ્રચારકાર્યને
લોકો સુધી પહોંચાડવા માટે અને તેમનામાં વૈચારિક જાગૃતિ લાવવા માટે
સંસ્થાના મુખપત્રની જરૂરિયાત વરતાતી હતી. આથી સંસથાએ ઇ.સ. 1947માં તેના
મુખપત્ર ‘ધરતી’ માસિકનો પ્રથમ અંક આઝાદી દિને બહાર
પાડ્યો.
ત્યારથી આ માસિક સંસ્થાના સમાજસેવાનાં કાર્યોને જ નહિ, પરંતુ સમાજમાં
વૈચારિક ક્રાંતિના લેખો દ્વારા સમાજસધારાની હરકોઈ પ્રવૃત્તિને વેગ આપવાના
કાર્યમાં છેલ્લા છ દાયકાથી અવિરત અને મૂલ્યવાન ફાળો આપતું રહ્યું છે.
આ
સંસ્થાની સમાજસધારાની પ્રવૃત્તિઓને વેગ આપવામાં ડો. ગણપતરામ પટેલ અને
શ્રી ચન્દ્રવદન લશ્કરી ઉપરાંત શ્રી પ્રભાતકુમાર દેસાઈ, સાહિત્યકાર શ્રી
પીતાંબર પટેલ, શ્રી ધરમચંદ ચોક્સી, શ્રી પુરુષોત્તમદાસ ર. પટેલ (દાસકાકા)
શ્રી શંકરભાઈ રામદાસ જેવા સમાજસેવાના આજીવન ભેખધારી સમાજસુધારકોનો સહયોગ
મળતાં સંસ્થાની પ્રવૃત્તિઓનો વ્યાપ વધતો રહ્યો. આ સમાજસુધારકોએ અન્ય
કાર્યકરોની સહાયથી આ સંસ્થાના નેજા નીચે સમગ્ર ગુજરાતમાં સમાજિક ક્રાંતિની
જ્યોત જગવી. આ સંમેલનોમાં પટીદાર સમાજમાં થતાં બાળલગ્નો, કન્યાવિક્ય,
સાટાંપેટાં, બારમાં (પ્રેતભોજન) ગોળપ્રથા, લગ્નોમાં ખોટા ખર્ચા વગેરે
કુરિવાજોની નાબૂદી માટે ઠરાવો કર્યા અને કુરિવાજોને તિલાંજલિ આપવાનો અને
કન્યા કેળવણી તેમજ અન્ય સુધારાઓને અમલી બનાવવાનો સંદેશ ગામેગામ પહોંચતો
કર્યો.
ઇ.સ.
1949માં ‘અખિલ
કડવા પાટીદાર પ્રગતિ
મંડળ’ બંધ થતાં ધરતી માસિક પ્રકાશન ઉ.ગુ. પાટદાર મંડળે
સંભાળ્યું
હતું. એ પછી આ સંસ્થા પણ શિથિલ થતાં ‘ધરતી’માંથી
‘ધરતી
પ્રકાશન મંડળ’ સંસ્થા કાર્યરત થઈ, જેણે
‘ધરતી’ માસિકના
પ્રકાશનની સાથે સાથે સમાજસુધારાની પ્રવૃત્તિઓ પણ ચાલુ રાખી. ઇ.સ. 1977માં
‘ધરતી પ્રકાશન મંડળ’ના નામમાં ફેરફાર કરીને તેને
‘ધરતી
વિકાસ મંડળ’ નામ આપવામાં આવ્યું. આજે ‘ધરતી વકાસ
મંડળ’
સંસ્થા સમગ્ર પાટીદાર સમાજની એક અગ્રણી અને પ્રમુખ સંસ્થા તરીકે માત્ર
ગુજરાતમાં જ નહિ દેશ-વિદેશમાં તેની અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓથી સુપરિચિત
છે.
|