| |
|
|
 |
| |
|
|
 |
‘ધરતી’
માસિક સંસ્થાનું મુખપત્ર : |
|
‘ધરતી’
માસિક ધરતી વિકાસ મંડળ સંસ્થાનું સુપ્રતિષ્ઠિત મુખપત્ર છે. એના પ્રથમ
તંત્રી જાણીતા લોકસેવક ચંદ્રવદન દુર્ગા પ્રસાદ લશ્કરી હતા. ધરતીનો પ્રથમ
અંક 15મી ઓગષ્ટ 1947ના સ્વાતંત્ર્ય દિને બહાર પડ્યો ત્યારથી આજ દિન સુધી
તેનું નિયમિત રીતે પ્રકાશન થતું રહ્યું છે. આ માસિકે તેના ગૌરવવંતા
યોગદાનનાં 50 વર્ષ ઓગષ્ટ 1997માં પૂર્ણ કર્યા ત્યારે સંસ્થાએ તેનો
સુવર્ણજયંતી મહોત્સવ ભવ્ય રીતે ઊજવ્યો હતો.
સંસ્થાની સ્થાપના પછી તેના અગ્રણીઓ અને કાર્યકરોએ કુરિવાજોની નાબૂદી અને
સમાજ સુધારાનું જે વ્યાપક પ્રચાર કાર્ય આરંભેલું તેને વાચા આપવાનું અને
લોકો સુધી પહોંચાડવાનું અસાધારણ કાર્ય ‘ધરતી’ માસિકે
કર્યું
ને સમાજમાં વૈચારિક ક્રાન્તિ ફેલાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યું છે. આ
માસિકે ચોતરફ નજર ફેરવીને દરેક દિશામાંથી જે કંઈ સારું પ્રાપ્ત થયું તે
સમાજના ચરણોમાં ધર્યું છે. સામાજિક કુરૂઢિઓ અને જૂનવાણી વિચારો સામે ઝીંક
ઝીલીને સમાજને જાગૃત કર્યો છે. સમાજમાંથી બાળલગ્નો, કન્યાવિક્રય, બારમાં
વગેરે કુરિવાજોને તિલાંજલી આપવાની સંસ્થાએ ઉપાડેલી ઝુંબેશને
‘ધરતી’ વાચા આપતું રહ્યું છે. ગોળપંચોની જોહુકમી સામે
અવાજ
ઉઠાવવામાં ‘ધરતી’માં પ્રગટ થતાં લેખોએ મહત્ત્વનો ભાગ
ભજવ્યો
છે. સાથે સાથે સમાજની પ્રગતિને પોષક એવા ઉન્નત વિચારોવાળી લેખસામગ્રી
દ્વારા લોકમાનસનું ઘડતર કરવામાં પણ મહત્ત્વનો ફાળો આપ્યો છે.
‘ધરતી’ માસિકે તેની છ દાયકાની દીર્ઘકાલીન અવિરત
યાત્રા
દરમિયાન બેહાલી તરફ દોરી જતા કુરિવાજો સામે સમાજને ચેતવ્યો છે, અને એમાંથી
બચવા માટે અનેકવિધ વિકલ્પો અને ઉપાયો ચીંધીને તેને પ્રગતિના પંથે લઈ
જવામાં જે ફાળો આપ્યો છે તે અદ્વિતીય છે.
આજે ‘ધરતી’ના દસ હજાર જેટલા આજીવન ગ્રાહકો છે અને બે
હજાર
જેટલા વાર્ષિક ગ્રાહકો છે. તેની આજીવન સભાસદ ફી રૂ. 750 દેશમાં વાર્ષિક
લવાજમ રૂ. 100 છે. પરદેશમાં વાર્ષિક લવાજમ 200 ડોલર છે.
‘ધરતી’ માસિકે તેની સતત દીર્ઘકાલીન વિચારયાત્રા અને
લોકપ્રિયતાને કારણે સમગ્ર પાટીદાર સમાજના લોકોના હૃદયમાં ચિરંજીવ સ્થાન
મેળવ્યું છે.
|
|
|
|
|
|
|
|
|
|