©2005 ધરતી વિકાસ મંડળ
  DHARTI VIKAS MANDAL  
     
 
     
  MAHILA GRUH UDYOG  
     
  પ્રવૃત્તિઓ .........
 
   
  ઉમા મહિલા
ઉદ્યોગ મંદિર .....
   
કોમ્પયુટર ટ્રેનીંગ સેન્ટર.......
 
  ગૃહિણી તાલીમ શિબીરો.......
  માતૃત્વ
બાળસંભાળ
બાળઆહાર
 
 
 
  મહિલા સ્વાવલંબન કેન્દ્ર ......
   
  પોષણ અને આહાર.......
 
   
  ગ્રુહ અવાસ્થા અને
સામાજીક જ્ઞાન
.........
 
   
  ‘ધરતી’ માસિક (સંસ્થાનું મુખપત્ર) ..............
   
 
 
     
   ગૃહિણી તાલીમ શિબિરો :
કોઈકે ઘરને ‘સ્વર્ગ’ કહ્યું છે, પરંતુ ગૃહસંચાલનની સૂઝસમજ ધરાવનારી ગુણિયલ ગૃહિણી વિના તે સંભવિત નથી. આથી આપણા સમાજની લગ્નોત્સુક અને પરિણીત બહેનો ગૃહસંચાલનની ક્ષમતાવાળી અને ઘરને હર્યુંભર્યું બનાવવાની હથોટીવાળી બને એ માટે ધરતી વિકાસ મંડળ ઘણાં વર્ષોથી ગૃહિણી તાલીમ શિબિરોનું આયોજન અને સંચાલન કરે છે.

ગૃહિણીતાલીમનો સૌપ્રથમ વિચાર જાણીતા સામાજિક કાર્યકર અને લેખક શ્રી પીતાંબર પટેલને અને આચાર્ય પોપટલાલ ગુલાબદાસ પટેલને આવેલો. તેમના પ્રયાસોથી પહેલી ગૃહિણી તાલીમ શિબિર ઇ.સ. 1975માં ઊંઝામાં યોજાઈ હતી, જેમાં શ્રી પીતાંબર પટેલે અભ્યાસક્રમ તૈયાર કરેલો અને આચાર્ય શ્રી પોપટલાલ, શ્રી પ્રભાતકુમાર દેસાઈ, શ્રી માણેકલાલ દી. પટેલે માર્ગદર્શન પૂરું પાડેલું. આ શિબિરની સફળતા પછી અમદાવાદ અને અન્ય સ્થળોએ પણ ગૃહિણી તાલીમ શિબિરો યોજાવા લાગી.

પંદર દિવસની આવી ગૃહિણી તાલીમ શિબિર યુવતીઓને આદર્શ ગૃહિણી અને આદર્શ માતા બનવાની ક્ષમતાની તાલીમ આપે છે. આવી તાલીમ શિબિરોમાં તેમને ગૃહસંચાલન ઉપરાંત ગૃહજીવનમાં સ્ત્રીની ભૂમિકા, માતૃત્વ અને બાળસંભાળ, પ્રાથમિક સારવાર, પોષણ અને આહાર, બ્યુટીપાર્લર તેમજ યોગ અને કરાટે વગેરે વિશે જે તે ક્ષેત્રના તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવે છે, જે તેમના દાંપત્યજીવનને અને કુટુંબજીવનને ઉજ્જ્વળ બનાવવામાં સહાયભૂત થાય છે. તાલીમાર્થી બહેનોને ગૃહજીવનમાં ઉપયોગી બને એ હેતુથી ‘ગૃહજીવન’ ભાગ 1-2-3 પુસ્તકો પ્રગટ કર્યા છે, જે તેમને કોઈ દાતા તરફથી ભેટ આપવામાં આવે છે.

ધરતી વિકાસ મંડળ દર વર્ષે દિવાળી વેકેશનમાં ગૃહિણી તાલીમ શિબિર યોજે છે, જેમાં 50થી 60 બહેનો ભાગ લે છે. સંસ્થાના પ્રયાસોથી ધરતી પરિવાર, મહેસાણાના સહયોગમાં પણ શિયાળાની અને ઉનાળાની રજાઓ દરમિયાન ગુજરાતના જુદા જુદા સ્થળોએ ગૃહિણી તાલીમ શિબિરો યોજાય છે, જેમાં ગ્રામવિસ્તારની બહેનો શિબિરનો લાભ લે છે.

વ્યાવસાયિક તાલીમ (વોકેશનલ ટ્રેઇનિંગ) :

શિક્ષિત યુવાનો-યુવતીઓ માટે પણ આજના સમયમાં રોજગારી મેળવવાનું મુશ્કેલ બન્યું છે ત્યારે તેમને રોજગારી મળે એવા ક્ષેત્રોની વ્યાવસાયિક તાલીમ મળે એ માટે પણ ધરતી વિકાસ મંડળ જરૂરી તકો પૂરી પાડે છે.

સીવણ, એમ્બ્રોઇડરી અને અન્ય અભ્યાસક્રમો :

સીવણ અને નીટિંગ, એમ્બ્રોઇડરી વગેરે ક્ષેત્રમાં પણ આજે રોજગારીને પૂરતો અવકાશ રહેલો છે. ધરતી વિકાસ મંડળ વિવિધ કક્ષાના સીવણના તેમજ એમ્બ્રોઇડરીના તેમજ અન્ય અભ્યાસક્રમોના તાલીમ વર્ગો ચલાવે છે.



 
     
  Matrimonial Services  
Book a Marriage Hall
     

  સમૂહલગ્ન અને અન્ય લગ્ન યોજનાઓ ........
   
 
   
  સામાજિક – આર્થિક પ્રવૃત્તિઓ ...............
   
 
 
   
 
TOP