પાટીદાર સમાજમાંથી
બાળલગ્નો, કન્યાવિક્રય, સાટાંપેટાં, બારમાં, લગ્નના અને
મરણપાછળના ખોટ ખર્ચા જેવી કુરૂઢિઓ દૂર થાય અને સમાજના લોકોને સુધારા
પ્રત્યે જાગ્રત કરવા અને ગોળાની જોહુકમી સામે લડત ચલવાવી.
પાટીદાર સમાજનો સર્વાંગી
વિકાસ થાય એ માટે જરૂરી સઘળી પ્રવૃત્તિઓ કરવી.
કન્યા કેળવણી ઉપર ભાર
મૂકવો અને મહિલા કલ્યાણની પ્રવૃત્તિઓ કરવી.
ગૃહિણી તાલીમ શિબિરો અને
યુવા શિબિરો યોજવી.
વ્યાવસાયિક
તાલીમ દ્વારા કન્યાઓ અને યુવાનોને આત્મનિર્ભર બનાવા તથા સમાજની માંગ મુજબ
વ્યવસાયલક્ષી તેમજ રોજગારલક્ષી તાલીમ વર્ગો ચલવી રોજગારી આપવાની પ્રવૃત્તિ.