| |
|
|
| |
|
|
 |
જીવનસાથી
પસંદગી મેળાઓ : |
|
બદલાતા
સમયની સાથે જીવનસાથી વિશેની અપેક્ષાઓ પણ બદલાતી જાય છે ત્યારે લગ્નોત્સુક
યુવક-યુવતીઓ માટે પણ પાત્ર પસંદગીનું કાર્ય કંઈક અંશે વિકટ બનતું જાય છે,
એના પરિણામે વાલીઓની મુંઝવણ પણ વધે છે. આવી પરિસ્થિતિમાં લગ્નોત્સુક
યુવક-યુવતીઓ પરસ્પર પ્રત્યક્ષરૂપે મળે અને એકબીજાનો પરિચય મેળવીને
જીવનસાથીની પસંદગી કરે એમાં મદદરૂપ થવાના ઉદ્દેશથી ધરતી લગ્નસહાયક કેન્દ્ર
દર વર્ષે બે જીવનસાથી પસંદગી મેળાનું પણ આયોજન અને સંચાલન કરે છે. આવા
પસંદગી મેળામાં લગ્ન વાંછુ યુવક-યુવતીઓ તેમના વાલીઓ સાથે હાજર રહે છે; અને
તેઓ પોતાનો પરિચય, પોતાની જીવનસાથી વિશેની અપેક્ષાઓ જણાવે છે. પસંદગી
મેળામાં હાજર રહેનાર સઘળાં યુવક-યુવતીઓની અને તેમના વાલીઓની જરૂરી વિગતો
સાથેની પ્રગટ કરેલી માહિતી પુસ્તિકા પણ દરેક વાલીને આપવામાં આવે છે. આવા
પસંદગી મેળામાં 500થી 1000 ઉપરાંત યુવક-યુવતીઓ તેમના વાલીઓ સાથે હાજરી આપે
છે. કેટલાક યુવક-યુવતીઓના પ્રત્યક્ષ પરિચય અને માહિતીને આધારે વાલીઓ
એકબીજાનો સંપર્ક કરે છે. અને એમાંથી કેટલાક સંબંધો ગોઠવાય છે ત્યારે તેઓ
કેન્દ્રના કાર્યને બિરદાવે છે. |
|
|
|
|
|
|
|
|
|