| |
|
|
| |
|
|
 |
ધરતી
લગ્ન સહાયક કેન્દ્ર : |
|
વાલીઓ
માટે પોતાના સંતાનોના સંબંધો ગોઠવવાનું કામ વર્તમાન સમયમાં દિવસે દિવસે
કપરું થતું જાય છે. પાટીદાર સમાજના ઘણા લોકો નોકરી-ધંધા-ઉદ્યોગ નિમિત્તે
વતનથી દૂર વસતા હોવાથી તેમનો વતન સાથે અને અન્ય સંબંધીઓ સાથેનો સંપર્ક ઘણો
ઓછો રહે છે. વળી સમય સાથે અપેક્ષાઓ પણ બદલાતી જાય છે, તેને લીધે પણ
પાત્ર-પસંદગીનું કાર્ય મુશ્કેલ બનતું જાય છે.
વાલીઓની આવી મુંઝવણમાં તેમને ઉપયોગી થવાના સદ્ ઉદ્દેશથી ધરતી વિકાસ મંડળે
‘લગ્ન સહાયક કેન્દ્ર’ શરૂ કર્યું છે. આ કેન્દ્ર
લગ્નોત્સુક
યુવક-યુવતીઓની સઘળી વિગતપૂર્ણ માહિતી તેમનાં પરિચયફોર્મમાં ભરાવીને તે
વિવિધ ફાઈલોમાં સાચવી રાખે છે અને તેમની વિગતો દર મહિને
‘ધરતી’ માસિકમાં પ્રસિદ્ધ કરે છે. પોતાના દીકરા કે
દીકરીનો
સંબંધ જોડવા ઇચ્છતા વાલીઓ આ કેન્દ્રની મુલાકાત લઈને જરૂરી માહિતી મેળવે
છે; અને તેના આધારે તેઓ જે તે યુવક કે યુવતીના વાલીનો સંપર્ક સાધી શકે છે
અને કેન્દ્રના માધ્યમથી લગ્નસંબંધ ગોઠવે છે. લગ્નસહાયક કેન્દ્રમાં આવાં
લગ્નોત્સુક યુવક કે યુવતીનું ફોર્મ ભરવા માટે ‘ધરતી’
માસિકના
આજીવન કે વાર્ષિક ગ્રાહક હોવું આવશ્યક છે.
ધરતી લગ્ન સહાયક કેન્દ્ર પાટીદાર સમાજના વાલીઓ માટે તેમના દીકરા-દીકરીઓના
વિવાહ સંબંધો જોડવા માટે ખૂબ આશીર્વાદરૂપ બન્યું છે. પ્રતિ વર્ષ એક હજાર
જેટલા યુવકો અને તેટલી જ યુવતીઓનાં માહિતી-ફોર્મ આ કેન્દ્રમાં ભરાય છે;
અને લગભગ દસ હજાર જેટલા વાલીઓ તેમનાં સંતાનોના વિવાહ-સંબંધ માટે યોગ્ય
પાત્રની માહિતી મેળવવા માટે આ કેન્દ્રની મુલાકાત લે છે. તેઓ આ
કેન્દ્રમાંથી તેમને અપેક્ષિત પાત્રની માહિતી મેળવીને તેના વાલીનો સંપર્ક
કરે છે. આમાંના કેટલાક વાલીઓનાં સંતાનોનાં લગ્નો આ કેન્દ્રના માધ્યમથી
ગોઠવાય છે ત્યારે આ કેન્દ્રની સાર્થકતા સમજાય છે. |
|
|
|
|
|
|
|
|
|
|
|
|