©2005 ધરતી વિકાસ મંડળ
  DHARTI VIKAS MANDAL  
     
 
     
  MAHILA GRUH UDYOG  
     
  પ્રવૃત્તિઓ .........
 
   
  ઉમા મહિલા
ઉદ્યોગ મંદિર .....
   
કોમ્પયુટર ટ્રેનીંગ સેન્ટર.......
 
  ગૃહિણી તાલીમ શિબીરો.......
  માતૃત્વ
બાળસંભાળ
બાળઆહાર
 
 
 
  મહિલા સ્વાવલંબન કેન્દ્ર ......
   
  પોષણ અને આહાર.......
 
   
  ગ્રુહ અવાસ્થા અને
સામાજીક જ્ઞાન
.........
 
   
  ‘ધરતી’ માસિક (સંસ્થાનું મુખપત્ર) ..............
   
 
     
   સમાજસેવા મંદિર :
1990 સુધી સંસ્થાએ જુદી જુદી ભાડાની નાની રૂપોમાં, બેસી સામાજિક સુધારણાનું કાર્ય કર્યું. 1990માં સમાજસેવા મંદિરના મકાનું નિર્માણ થયું. સર્વ વિદ્યાલય, કડીના પ્રથમ આચાર્ય સ્વ. પોપટલાલ ગુલાબદાસ સમાજસેવા મંદિરનું ઉદ્ઘાટન તે વખતના ગુજરાત રાજ્યના ચિફ મિનિસ્ટર, સ્વ. ચિમનભાઈ પટેલના હસ્તે થયું. પેટલાદ-દંતાલીવાળા સ્વામી સચ્ચિદાનંદજીએ આશીર્વચન આપ્યાં. આ વિશાળ મકાન થતાં સંસ્થાની અનેક પ્રવૃત્તિઓ વિકસી.

શેઠશ્રી લક્ષ્મીકાન્ત ભગુભાઈ આ સંસ્થાના પચ્ચીસ વર્ષ સુધી પ્રમુખસ્થાને રહ્યા. તેમની રાહબરી નીચે સંસ્થાએ ઘણી પ્રગતિ કરી છે.

ઘણી સંસ્થાઓના કાર્યકરો સંસ્થાની પ્રવૃત્તિઓ જોઈ ખુશ થઈ જાય છે. એક જ મકાનમાં આટલી બધી લોકસેવાની પ્રવૃત્તિઓ થાય છે તે જાણી તેમને આનંદ અને આશ્ચર્ય થાય છે.

પરદેશથી ભારત આવનાર સૌ આ સંસ્થાની મુલાકાત અવસ્ય લે અને તેની વિવિધ પ્રવૃત્તિઓનો લાભ લે અને સંસ્થાને યોગ્ય દાન આપતા રહે એ વિનંતિ.

ધરતીના હાલના મકાનની સામે સંસ્થાએ ખરીદેલ આશરે 940 વાર જગ્યામાં ભોંયરા ઉપર ચાર માળ, લિફ્ટ સાથે નવું મકાન બંધાય છે. તેમાં શારદાબેન મફતલાલ ઉદ્યોગ મંદિર અને વહીવટી સંકુલ થશે. તેમાં બહેનોના નવા ઉદ્યોગ ઉમેરાશે અને સંસ્થાનું વહીવટી સંકુલ બેસશે.

તે મકાન બાંધકામ માટે દાન આવકારવામાં આવે છે. સંસ્થાને ઇન્કમટેક્ષ માફીનું 80જી. સર્ટિફિકેટ મળેલ છે. તેથી દાતાઓને દાનની રકમમાં રાહત મળે છે. દાનનો ચેક/ડી.ડી. ‘ધરતી વિકાસ મંડળ’ના નામનો લખવો. જે દાતાઓએ અગાઉ દાન લખાવ્યા છે તેમણે તેમના દાન સંસ્થાને મોકલી આપવા વિનંતી છે.


 
     
  Matrimonial Services  
Book a Marriage Hall
     

  સમૂહલગ્ન અને અન્ય લગ્ન યોજનાઓ ........
   
 
   
  સામાજિક – આર્થિક પ્રવૃત્તિઓ ...............
   
 
 
   
 
TOP