|
ધરતી વિકાસ મંડળ પાટીદાર
સમાજના તેના
પરંપરગત રૂઢિગત ખ્યાલોમાંથી મુક્ત થાય, તેનામાં વૈચારક જાગૃતિ આવે અને
લોકો વર્તમાન સમયને અનુરૂપ સુધારાઓ અપનાવીને ઝડપથી ઉત્કર્ષના પંથે આગળ વધે
એ માટે અનેકવિધ સામાજિક –આર્થિક પ્રવૃત્તિઓ કરે છે. તેમાં
સમાજયાત્રાઓ યોજીને સુધારાનો સંદેશ ઘેર ઘેર પહોંચાડવો, બાળલગ્ન-નાબૂદી અને
લગ્નના ખોટા ખર્ચને સ્થાને સમૂહલગ્નો યોજવાં વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ
થાય છે. આ ઉપરાંત મહિલા જાગૃતિ મંડળ દ્વારા મહિલાઓ આર્થિક રીતે આત્મનિરભર
બને તે માટે વિવિધ પ્રકારની વ્યાવસાયિક તાલીમની તેમજ શ્રમજીવી બહેનો માટે
અન્ય સ્વાવલંબનની પ્રવૃત્તિઓ દ્વારા મહિલા કલ્યાણના કાર્યો કરે છે. આ
સંસ્થા યુવતિઓને આદર્શ ગૃહિણી અને આદર્શ માતાની તાલીમ મળે એ હેતુથી
ગૃહિણીતાલમ શિબિરો પણ યોજે છે.
|