| |
|
|
 |
| |
|
|
 |
સમૂહલગ્નોનો
પ્રચાર અને આયોજન : |
|
ધરતી
વિકાસ મંડળે પાટીદાર સમાજના મહેનતકશ લોકોની પરસેવાની કમાણીને ખોટા
ભભકાવાળા ખર્ચાળ લગ્નોપ્રસંગોમાં વેડફાઈ જતી અટકાવવા માટે આવા ખર્ચાળ
લગ્નોને સ્થાને સમૂહલગ્નો યોજવાની હાકલ કરી હતી અને તેનો વ્યાપક પ્રચાર
કર્યો હતો. આ સંસ્થાએ ઇ.સ. 1980થી બોંતેર સમૂહલગ્નો યોજ્યાં હતાં, જેમાં
590 યુગલોએ લાભ લીધો હતો. એ પછી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન –
ઊંઝાએ
તેમજ ગુજરાતની બીજી અનેક પાટીદાર સમાજની સંસ્થાઓએ તેમજ ગામોએ સમૂહ લગ્નોની
પ્રવૃત્તિને ઉપાડી લીધી. એના પરિણામે આજે સૌરાષ્ટ્ર-કચ્છ સિત સમગ્ર
ગુજરાતનાં અનેક ગામોમાં મોટા પ્રમાણમાં સમૂહલગ્નો અને ઉત્તરપ્રદેશમાં પણ
સમૂહલગ્નો શરૂ થયાં છે; અને ગુજરાતની અન્ય જ્ઞાતિઓ પણ સમૂહલગ્નો યોજી રહી
છે.
ધરતી
વિકાસ મંડળની વિવિધ
લગ્ન યોજનાઓ :
પાટીદાર સમાજના જે પરિવારો ઓછા ખર્ચવાળાં સાદાં લગ્નો કરવા ઇચ્છતા હોય
તેમને મદદરૂપ થવા માટે ધરતી વિકાસ મંડળે સાદાં લગ્નોની વિવિધ યોજનાઓ
અમલમાં મૂકેલી છે. સમૂહલગ્નમાં અને આવાં સાદાં લગ્નોની યોજનાઓમાં જોડાનાર
પરિવારોને સંસ્થા તરફથી લગ્ન હોલ, લગ્નની સાધન સામગ્રી અને લગ્નવિધિની
સઘળી વ્યવસ્થા મફત કરી આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેનારે સંસ્થાના
આજીવન સભ્ય બનવું જરૂરી છે તેમજ ઘેર કે અન્યત્ર કોઈ પ્રકારનો ભોજન સમારંભ
ગોઠવવાનો હોતો નથી.
સમૂહલગ્નમાં જોડાનાર વર તથા કન્યા પક્ષ પાસેથી કોઈ પ્રકારનું ખર્ચ લેવામાં
આવતું નથી. માત્ર 11 રૂપિયા પ્રવેશ ફી લેવામાં આવે છે, જેમાં 11 વ્યક્તિને
ફ્રી ભોજન મળે છે. એ સાથે દરેક પક્ષને વધુમાં વધુ 30 વ્યક્તિઓને રૂ. 30ના
દરથી ભોજનપાસ મળે છે.
સાદાઈની લગ્ન યોજના–1 માં રૂ. 3,001 પ્રવેશ ફી લઈને એક જ તારીખે
બે
યુગલોના લગ્નની વ્યવસ્થા કરવામાં આવે છે, જેમાં સંસ્થા તરફથી યુગલ દીઠ
51+51 (કુલ 102) વ્યક્તિઓના ભોજન સાથે સમગ્ર લગ્નની સઘળી વ્યવસ્થા કરવામાં
આવે છે.
સાદાઈની લગ્નયોજના–2માં રૂ. 6,001 પ્રવેશ ફી લઈને યુગલ દીઠ
101+101
(કુલ 202) વ્યક્તિઓના ભોજન સાથે લગ્નની સઘળી વ્યવસ્થા કરવામાં આવે છે.
સાદાઈની લગ્ન યોજના-3માં દરેક પક્ષ પાસેથી રૂ. 501 પ્રવેશ ફી લઈને હાજર
રહેનારને માત્ર ચા-પાણી સાથે સમગ્ર લગ્નની વ્યવસ્થા કરવામાં આવે છે.
વર્ષમાં ધરતીના મકાનમાં આશરે 125 આવાં સાદાં લગ્નો થાય છે. ફોરેનથી આવનારા
પણ આ યોજનાઓને લાભ લે છે. કારણ રેડીમેડ લગ્નવિધિ કોઈ જવાબદારી વિના થઈ શકે
છે. સમાજના આર્થિક રીતે નબળા વિધવા-ત્યક્તાના બાળકોના લગ્નપ્રસંગે સંસ્થા
જરૂરી આર્થિક સહાય આપે છે.
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|