©2005 ધરતી વિકાસ મંડળ
  DHARTI VIKAS MANDAL  
     
 
     
  MAHILA GRUH UDYOG  
     
  પ્રવૃત્તિઓ .........
 
   
  ઉમા મહિલા
ઉદ્યોગ મંદિર .....
   
કોમ્પયુટર ટ્રેનીંગ સેન્ટર.......
 
  ગૃહિણી તાલીમ શિબીરો.......
  માતૃત્વ
બાળસંભાળ
બાળઆહાર
 
 
 
  મહિલા સ્વાવલંબન કેન્દ્ર ......
   
  પોષણ અને આહાર.......
 
   
  ગ્રુહ અવાસ્થા અને
સામાજીક જ્ઞાન
.........
 
   
  ‘ધરતી’ માસિક (સંસ્થાનું મુખપત્ર) ..............
   
 
MAHILA GRUH UDYOG
 
     
   સમૂહલગ્નો :
લગ્નપ્રસંગે દેખાડો કરવા માટે પોતાની આર્થિક શક્તિ ન હોય તો પણ ગજા બહારના ખોટા ખર્ચા કરવા એ પાટીદાર સમાજમાં વર્ષોથી ઘર કરી ગયેલું દૂષણ છે. લગ્નપ્રસંગે આ રીતે ખોટા ખર્ચ કરીને ઘણા પાટીદારો બેહાલ અને દેવાદાર બની ગયા હોય છે. પાટીદાર સમાજને આ દૂષણમાંથી ઉગારી લેવાના ઉદ્દેશથી ધરતી વિકાસ મંડળે વ્યક્તિગત ખર્ચાળ લગ્નોને સ્થાને સમૂહલગ્નોનો વ્યાપક પ્રચાર કરીને તેને લોકઝુંબેશનું રૂપ આપ્યું, આ સંસ્થાએ ઇ.સ. 1977માં અમદાવાદમાં સમાજવિકાસ પરિષદ યોજી હતી. આ પરિષદે પાટીદારોને લગ્નના ખોટા ખર્ચામાથી ઉગારી લેવા માટે ગામેગામ સમૂહલગ્નોનું આયોજન કરવાની ઘોષણા કરી હતી. જેને ઘણો સારો પ્રતિસાદ મળ્યો હતો. ઉમિયા માતાજી સંસ્થાન – ઊંઝાએ પણ એ સમયમાં ગામેગામ સમૂહલગ્નની આહલેક જગાવી હતી. આ સંસ્થાઓએ ઠેર ઠેર સમૂહલગ્નોનું સફળ આયોજન કર્યું. આ લોકઝુંબેશને અસાધારણ સફળતા મળી. તેના પરિણામસ્વરૂપે આજે સમગ્ર ગુજરાતમાં પ્રતિવર્ષ અનેક ગામોમાં પાટીદારોની સામાજિક સંસ્થાઓ વ્યાપક પ્રમાણમાં સમૂહલગ્નો યોજે છે. આ સમૂહલગ્નની યોજનાને ગુજરાતની અન્ય કોમો પણ અનુસરવા લાગી છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશના પાટીદારનો સમાજ પણ, પાટીદારોમાંથી પ્રેરણા લઈને, લગ્નના અઢળક ખોટા ખર્ચામાંથી મુક્ત થવા માટે સમૂહલગ્નોને અપનાવી રહ્યા છે, સમાજ તે આ પ્રથાની વ્યાપક સફળતાની સાબિતી છે.
 
     
  Matrimonial Services  
Book a Marriage Hall
     
  સમૂહલગ્ન અને અન્ય લગ્ન યોજનાઓ ........
   
 
   
  સામાજિક – આર્થિક પ્રવૃત્તિઓ ...............
   
 
 
   
 
TOP