|
આજના
સમયમાં બહેનો આર્થિક રીતે પગભર બને તો તે સમાજમાં વધારે સ્વમાનભેર અને
ગૌરવપૂ્વક જીવી શકે. ધરતી વિકાસ મંડળે બહેનોને વિવિધ ઉદ્યોગોની તાલીમ
આપીને તેમને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશથી ‘ઉમા મહિલા ઉદ્યોગ
મંદિર’ શરૂ કર્યું છે. સંસ્થાનું મહિલા જાગૃતિ મંડળ સંસ્થામાં
નાના-મોટા ઉદ્યોગોના તાલીમ વર્ગો ચલાવે છે. આવા વર્ગોમાં બહેનોને સીવણ
ડિપ્લોમાં, એમ્બ્રોઇડરી અને ફેન્સી વર્સ, નીટિંગ, ડ્રોઇંગ, ફેબ્રિક્સ
પેઇન્ટિંગ, ફ્લાવર મેકિંગ, હેન્ડીક્રાફ્ટ, મોતીકામ, સિરામિક્સ, ફ્રેમિંગ,
બ્યુટીપાર્લર, કરાટે, કૂકિંગ, મહેંદી વગેરેની તાલીમ અપાય છે. આ વર્ગોમાં
દર વર્ષે 1200થી વધુ બહેનો વિવિધ પ્રકારની વ્યાવસાયિક તાલીમ મેળવે છે.
સંસ્થાના કમ્પ્યુટર સેન્ટરમાં પણ બહેનો તેના વિવિધ પ્રકારના
અભ્યાસક્રમોનું શિક્ષણ લે છે. આ વર્ગોમાં સામાન્યત: ઓછી ફી લેવામાં આવે
છે. જરૂરિયાતમંદ બહેનોને ફીમાં રાહત કે માફી આપવામાં આવે છે, તેમજ બેન્ક
લોન દ્વારા મશીનો આપવામાં આવે છે. તેમજ કેટલાક દાતાઓ પોતાને ત્યાં પડી
રહેલ શિવણ મશીન દાનમાં આપે છે. તે વગર કિંમતે જરૂરિયાતવાળી બહેનોને
આપવામાં આવે છે.
સીવણ,
એમ્બ્રોઇડરી અને અન્ય અભ્યાસક્રમો :
સીવણ
અને નીટિંગ, એમ્બ્રોઇડરી વગેરે ક્ષેત્રમાં પણ આજે રોજગારીને પૂરતો અવકાશ
રહેલો છે. ધરતી વિકાસ મંડળ વિવિધ કક્ષાના સીવણના તેમજ એમ્બ્રોઇડરીના તેમજ
અન્ય અભ્યાસક્રમોના તાલીમ વર્ગો ચલાવે છે.
|